આ ઇશ્કની અમીરાતમાં દિલના સોદા કર્યા છે,
ને દિલના દસ્તાવેજ પર એમને હસ્તાક્ષર ક્યાં છે.
નામ વસંતનું લખ્યું છે દિલના કોરા હરેક પન્ના પર,
પાનખરમાં પણ આ દિલમાં ઇશ્કના ફૂલ ખુલ્યા છે.
રાસ રોજ રમે છે મારું મન એમની યાદોની સાથે,
ખુલ્લી આંખોએ તમારા મેઘધનુષી સ્વપ્ન રચ્યા છે.
અંગાર બધી સમી ગયા તમારા એક માત્ર સ્પર્શથી,
એ પછી તમારા નામે અમે બધા પ્રેમ કાવ્યો રચ્યા છે.
ધબકતી ધડકન દિલની એક તાલે નાચી રહી છે,
તમે દિલની વીણા પર આજે પ્રેમના તાર છેડયા છે.
આ દિવસો આમ તો ઉત્સવના ચાલે છે આજકાલ,
મનોજને તમે મળ્યા ને લાગ્યું જીવનના પર્વો મળ્યા છે.
મનોજ સંતોકી માનસ