Gujarati Quote in Poem by Naranji Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*લખું કાગળ ગણેશજીને*

લખું કાગળ ગજાનન તમને,
તમે આવો એ ગમશે અમને.
ભક્ત રાજી થશે જોઈ તમને ,
મંગળ મૂર્તી દર્શન આપો અમને.

આવું હું મળ્યો કાગળ આપનો,
તમે ભક્ત મારાં હું ભક્ત આપનો.
ઢોલ નગારાં થી સ્વાગત કરશો તમે,
મંડપમાં પાટ પર બેસાડશો મને તમે.

સવાર સાંજ આરતી ભંજન કરશો,
ભાવતાં મીઠા લાડુ મોદક મને ધરશો.
નાના બાલક મારા આંગણીયે રમશે,
તમે ધરાવેલ ભોગનો પ્રસાદ જમશે.

કહે નર આભાર ગણેશજી આપનો,
પૂજા અર્ચના માટે દિવસ આ લાભનો.
ભજે નહીં જે હરિ ને એ દેહ શું કામનો,
ક્ષમા કરજો ભુલોને ભક્ત હું આપનો.

*નારાણજી જાડેજા* (ગઢશીશા)
*નર*
હાલ મુન્દ્રા કચ્છ

Gujarati Poem by Naranji Jadeja : 111830022
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now