Gujarati Quote in Shayri by Dave Yogita

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એની યાદ જો આ શબ્દ સાંભળતા જ
તમારા દિલના દરવાજા પર ધક ધક સંભળાય
તો સમજજો આજે પણ તમે પ્રેમમાં છો

એની યાદ આવતા જ
તમારા આંખોની પાંપણો ભીની થઈ જાય
તો સમજજો આજે પણ તમે પ્રેમમાં છો

આજ પણ રાત પડતા પહેલા જ
એનું નામ મોં પર આવી જાય
તો સમજજો આજે પણ તમે પ્રેમમાં છો

આજ પણ કોઈને મળતા પહેલા
ખોવાય જાવ એની યાદો ના પળોમાં
તો સમજજો આજે પણ અમે પ્રેમમાં છો

આજ પણ અસિસામાં પોતાને જોતા પહેલા
શરમાઈ જવાય એની વખાણ ભરેલી વાતોમાં
તો સમજજો આજે પણ તમે પ્રેમમાં છો

આજ પણ રાતના તારાઓથી ભરેલું આકાશ જોતા પહેલા
ચાંદમાં એ નજર આવી જાય
તો સમજજો આજે પણ તમે પ્રેમમાં છો

આજ પણ સપનાઓની એ રાત પડતાં પહેલાં
એના જ સપના આવી જાય
તો સમજજો આજે પણ તમે પ્રેમમાં છો

અંતમાં,

આદત થઈ જાય એની યાદો સાથે જીવવાની
તો સમજજો આજે પણ તમે પ્રેમમાં છો....

યોગી

Gujarati Shayri by Dave Yogita : 111829740
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now