Gujarati Quote in Poem by મહેશ ઠાકર

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્રી પ્રાણજીવનદાસ કાર્પેન્ટરના પુસ્તકમાં આપેલ કવિતાઓ કે જે બારેય રાશિઓની પ્રકૃતિનું વર્ણન કરે છે. જ્યોતિષને મોજથી લેવાં માટે વાંચો

1. મેષ

અ લ ઈ રાશિ થઈ મેષ,
દલીલથી થાકે નવ લેશ,
વકીલ, વિતંડાવાદી વેશ,
ભાગ્ય મેળે બાલ્યાવેશ.

2. વૃષભ

વૃષભ તણી છે બ વ ઉ,
જૂના વિચારોથી ભરપૂર,
લીધી વાત ના મેલે કોર,
જીવનભર સુખ સંપત જોર.

3. મિથુન

મિથુન ક છ ઘ કહેવાય,
બહુ દોડે પણ થાકી જાય,
સેવા માટે સઘળે થાય,
અપજશ માગે વિદાય.

4. કર્ક

કર્ક કહે ડ ને હ હું,
કોક મરે તો મારે શું,
કરું કામ મારું ચૂપચાપ,
મને ન ઓળખે મા ને બાપ.

5. સિંહ

સિંહ સમોવડ મ ટ હોય,
સુતાં જગાડી શકે ના કોઈ,
રહે નહિ જો તારી વાત,
લાખ મળે તોય મારું લાત.

6. કન્યા

પ ઠ ણ કન્યાના તન,
જેક ઓફ ઓલ માસ્ટર ઓફ નન,
નડે નારને, નર સુખદાય,
એ રાશિ કન્યા સરજાય.

7. તુલા

ર ત તુલાની પહચાન,
ડહાપણનો દરિયો ને ખાણ,
ઠગી શકે ના એને ચોર,
ગણિતમાં નવ એની જોડ.

8. વૃશ્ચિક

વૃશ્ચિક ન ય સાદા જન,
હલે ચલે ના એનું તન,
ક્યારે કરડે જાણે કોણ,
વરસે ત્યારે ઘીનું મોણ.

9. ધનુ

ભ ધ ફ ઢ ધન રાશિ હોય,
સ્વારથમાં પહોંચે નહિ કોઈ,
મધ્યવસ્થા સુખમાં જાય,
ઉત્તરાવસ્થાએ પસ્તાય.

10. મકર

મકર કહે સૌ અમને ભજો,
જખ મારે જગતને તજો,
હું સાચો છું મારો વાદ,
મને બદલતાં મળે ન વાર.

11. કુંભ

કુંભને ભાગે ગ શ જાય,
ઊંઘ કરે કાં ફરવા જાય,
વાંચે વડવાનો ઈતિહાસ,
આળસના દાસાનુદાસ.

12. મીન

દ ને ચ છ મીન મનાય,
સત્તાથી એ નવ ગભરાય,
સંગીતપ્રેમી સર્વે હોય,
જીવનમાં સુખ દુ:ખને જોય.

Gujarati Poem by મહેશ ઠાકર : 111829691
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now