તમે 'સ્ત્રી' છો,

તો તમે ઓલરેડી 'મહાન' છો !
આનાથી બીજું 'મહાન' શું હોઈ શકે?

તમે જન્મ્યાં હશો ..
એમાંય કેટલી બબાલ થઈ હશે !

તમેં થોડું બોલતાં શીખ્યાં હશો ..
એમાંય નિયમો ઘડાયા હશે !

તમેં કપડાં પહેર્યા હશે ...
એમાંય કેટલાંયને 'વાંધા' હશે !

તમેં ક્યારેક હસ્યાં હશો ..
એનો પણ 'હિસાબ' થયો હશે !

તમેં રડ્યા પણ હશો ...
કયાંક લપાઈને, કોઈકની બીકે !

તરુણાકાળે કુદરતી બદલાવ થયાં હશે
એમાંય લોકોને 'પાપ' દેખાયું હશે !

તમને પ્રેમ પણ થયો હશે
ને એ અંદર જ 'મરી' ગયો હશે !

આખરે બીજે ક્યાંક મોકલ્યાં હશે
ને ત્યાંય ફવડાવ્યું હશે !

આટલું તો 'કહેવાતો ઈશ્વર'
પણ નાં કરી શક્યો હોત !

તમેં સ્ત્રી છો,
તો તમે ઓલરેડી મહાન છો !!
🌹🌹

-મહેશ ઠાકર

Gujarati Poem by મહેશ ઠાકર : 111829419

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now