Gujarati Quote in Motivational by મહેશ ઠાકર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આહિર પરબત આતા મારુ

બલિદાન આસો સુદ આઠમ વિક્રમ સંવત ૧૯૯૮

સંધિ આવ્યા સમેગાં લૂંટવા ગામની લાજ
આહિરે કાપ્યા આજ પરશુરામ થઇને પરબત

સંધિ હતાં સામટા મરદ એકલો મારુ
ઝાંપાનુ જાય ના જારુ પરશુ લઇને ઉભો પરબત

એ વખતે માણાવદર પર બાબી બહાદુરખાન નુ રાજ છે એ સમયમાં સંધીઓ લુંટારાઓ અને ડફેરોએ માઝા મુકી દીધી છે ૧૦ થી ૧૨ જણાની ટોળકી બનાવીને બીજાનાં નામે ગામમાં સીમમાં લુંટફાટ કરે છે કાયમ કોઈને કોઈ ગામ લૂંટે છે સીમ વગડામાં કોઈ બેનદિકરી સુરક્ષીત જાતી નથી આટલો ત્રાસ વધી ગયો છે પ્રજા ત્રાહીમામ પોકારી ગઇ છે !

એક દિવસ આવીજ એક આદમસંધિની ૧૦ થી ૧૫ જણાની ટોળકી સાંજ ટાણે માણાવદર તાલુકાના સમેગાં ગામે આવે છે સમેગાંમાં આહિરો અને કણબી પટેલોની વસ્તી છે સમેગાંમા પરબત મારુ કરી એક અડીખમ આહિર રહે ખાનદાની ખોરડું છે માં ખોડીયારની મહેરબાની છે કાયમ મહેમાનોના ઉતારા રહે છે માણાવદરની પણ મીઠી મહેર છે બાબી સરકારે એને ગામની પટલાઇ આપીને તલવાર બંધાવી છે બાબી સરકાર સાથે સારા સંબંધો છે બહાદુરખાન એ પરબત આહિરને મામા બનાવ્યાં છે રક્ષાબંધનના દિવસે બહાદુરખાન ના માતા પરબત મારુને રાખડી બાંધે છે આવો બાબી સરકાર સાથે પરબત મારુને નાતો બંધાય ગયો બહાદુરખાન તો મામા કહીને જ પરબત મારુને બોલાવતાં આવો અડીખમ આહિર એની મરદાનગી આંટો લઇ ગઇ છે આજુબાજુ એમની હાકડાક વાગે છે !

એમાં માતાજીના નવલા નોરતા આવ્યાં છે સંવંત ૧૯૯૮ મા માતાજી ના નવલા નોરતા હાલે છે નવરાત્રી એટલે તો હિન્દુઓનો પવિત્ર તહેવાર કહેવાય ઉપાસના ને ભક્તિનો આનંદને ઉલ્લાસભેર રમીને માતાજીની ભક્તિ કરવાનો તહેવાર સાંજના સમયે બધાં માતાજીના ગરબાનુ ચોકમાં સ્થાપન કરી મોજથી બધાં રમે છે આનંદથી ઉજવે છે આજ તો માતાજીનું આઠમું નોરતુ છે આઠમનુ આપણે ત્યાં ઘણું મહત્વ છે ભાવ વિભોર થઇને બધાં માતાજી વિનવે છે સાંજનું ટાણું છે આખુ ગામ આજે ચોકમાં માતાજીની આરતી કરવાં ભેગું થયું છે એ વખતે લુંટારાની ટોળકી ગામનાં ઝાંપામાં આવી જાણ કરી ત્યાં તો આખાં ગામમાં રીડીયો બોલવા લાગ્યો ભાગો ભાગો આજ ગામ લૂંટવા સંધિયો આવ્યા છે બધાં આડા અવળા ભાગવા લાગ્યા છે પોત પોતાના મકાનનાં દરવાજા અંદરથી બંધ કરી આડા પાણા ખડકવા લાગ્યાં છે ગામમાં રીડીયો બોલે છે આ સાંભળીને પરબત મારુ બધાને પુછવા લાગ્યાં કે છે શું ભાઈ કેમ બધાં ભાગો છો કોઈ તો કહો તો ખરા ત્યાં ભાગતાં ભાગતાં એક માણસ એટલું બોલ્યો પરબત પટેલ ગામ ભાંગવા બહારવટિયા આવ્યાં છે ત્યાં તો પરબત મારુના રૂંવાડા ઉભા થઈ ગયાં હું હોવને મારું ગામ ભાંગે તો તો આહિરોને ખોટ બેસે આજ કોનું આવી બન્યું છે કે સમેગાં પર નજર નાંખી !

એટલું બોલતાં જ પોતાના પાસે કુહાડી હતી તે લઇને દોટ દીધી કોઈનીયે રાહ જોવા પણ ઉભાં ના રહ્યાં દોડતા દોડતા આવ્યાં ગામનાં ઝાપામાં કોણ છે કોનો દી ફરી ગયો છે મરદના દિકરા હોવ તો આવો મેદાનમાં લુંટારાઓ એ પણ પરબત મારુનુ નામ સાંભળ્યું હતું એટલે એક સાથીએ કીધું કે પરબત મારુ ને ના ના પરબત મારુ નહી તમારો કાળ આવો મેદાનમાં સંધિઓએ કીધું પટેલ તમારા ઘર નહિ લુટીયે ના ના એ કેમ બને હું અમારાનો પટેલ નથી આખાં ગામનો પટેલ છું એ તો ના જ બંને એટલે સંધિઓ ઉશ્કેરાઈ ને પરબત મારુ ઉપર તલવારથી ઘા કર્યો પણ પરબત મારુએ ઘા અટકાવી દીધો અને કુહાડી લઇને ટુટી પડ્યો બાકાજીક બોલવા લાગી સંધિઓ ૧૦ થી ૧૨ હતાં પરબત મારુ એકલાં પણ બધાં પર ભારી પડવા લાગ્યાં ઘણાં સંધિને ઘાયલ કરી નાંખ્યા કોઈનાં માથાં તોડી નાંખ્યા આવી બહાબહી બોલે છે પરબત મારુને પણ ઘણાં ઘા લાગી ચુક્યા છે પણ આહિર પાછો હટયો નહી સંધિઓની કોઈ કરામત કામ આવતી નથી ત્યાં તો પરબત મારુનાં ભાયાતો આવી પહોંચ્યા એટલે સંધિઓ ભાંગી નીકળ્યાં ત્યાં તો પરબત મારુ પણ કામ આવી ગયા હતાં ત્યાં તો માણાવદરને પણ જાણ થઈ ગઈ હતી !

આ સમાચાર માણાવદર મળતાં બહાદુરખાન પોતે સમેગાં આવે છે આજ બહાદુરખાન પોતે ઉઘાડે પગે પરબત મારુને કાંધ આપીને સ્મશાન સુધી જાય છે આજે સગાં મામા ગુમાવ્યા હોય એમ બહાદુરખાન ને ચોધાર આંસુ આંખમાંથી વહે છે પોતે પ્રતિજ્ઞા લે છે કે જેને મારા મામાને માર્યા એને ગમે ત્યાંથી પકડીને ઠાર મારીશ થોડાં જ દિવસોમાં આદમ સંધિને સોઢાણાની સીમમાં ભડાકે દઇ મામાનું વેર લીધું હતુ !

-મહેશ ઠાકર

Gujarati Motivational by મહેશ ઠાકર : 111829267
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now