એ આવ્યા ને લાગ્યું પથ્થરમાં ધબકાર આવ્યો છે,
દિલના વર્ષો જુના દર્દનો જાણે ઉપચાર આવ્યો છે.
લાગ્યું કે વ્યર્થ છે જીવન, તો એને વેડફી નાખી હું,
ને મળ્યા છો તો જીવનનો સાચો સાર આવ્યો છે.
અતૃપ્ત ઝંખનાઓ ને તૃષ્ણા વધતી જતી હતી મારે,
તૃપ્ત કરે દિલ અને આત્માને એવો પ્યાર આવ્યો છે.
હરેક ક્ષણે હું હવે એમને નિહાળી રહ્યો છું મનોજ,
જોવો દોસ્ત મનોજના દિલનો ધબકાર આવ્યો છે.
મનોજ સંતોકી માનસ