*ભણવા જાતા પગમાં ચંપલ મળતી નહોતી...*
*તેમ છતાંયે ધૂળની ડમરી નડતી નહોતી....*

*થાય વરસ જો છ પૂરા તો થાઓ દાખલ,*
*ડૉનેશનની ક્યાંય જરૂરત પડતી નહોતી....*

*પેન અને પાટી, પેન્સિલ રબ્બર ને પુસ્તક*
*કોમ્પ્યુટર પર આંગળી ત્યારે ફરતી નહોતી...*

*ખાવા માટે 'બા' દેતી મમરા-ધાણી*
*નાસ્તા માટે મૅગી ત્યારે બનતી નહોતી...*

*રોજ સવારે ચાલીને શાળાએ જાતાં*
*આંખ પ્રતીક્ષા કોઇ વાહનની કરતી નહોતી..*

*શિયાળે ના મફલર કે ના માથે ટોપી*
*સૂરજની ગરમીમાં ઠંડી ટકતી નહોતી...*

*વર્ષો પહેલા આપણે સૌ આંગણામાં રમતા*
*મોબાઈલની તો તે પહેલા હસ્તી નહોતી...*

*બચપણ વિત્યું તોય મજામાં એવું સુંદર*
*જાણે કે દુનિયામાં દુ:ખની વસ્તી નહોતી...*

*'હાં વીતી ગયો એ જમાનો,*
*જેમાં કોઈની યે કોઈ સાથે ફરિયાદ નહોતી...

Gujarati Good Morning by mim Patel : 111828859

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now