આઝાદી અમ્રૃત છે, ઝેર એમા ઘોળશો નહીં
ખૂરશીઓની લડાઈમાં શબ્દો રગદોળશો નહીં
કંઈ કરશે આ પક્ષ ને કંઈક કરશે પેલો પક્ષ
હુંસા તુસી કરી દેશને નોધારો છોડશો નહીં
વેપારી વામણાં વડા, ધીકતા ધંધાના રાજા
ભ્રષ્ટાચારના ભડકામા ઘી તેલ હોમશો નહીં
મળે સમય ઝાંખજો એક વાર ખુદની અંદર
ધોળ્યુ ઝેર કેટલું આપણે જીવનની અંદર
લોભ, લાલચ, પક્ષપાત કર્યા છોરાછોરીમા
ક્યાં જાણ્યું શું નિયતી છે અગળની ઘડીમા
મનાવી રહ્યું સૌ આઝાદીનો અમૃત ઉત્સવ
આંતકી ઓઢાડી રહ્યા દેશને જો કાળું કફન
એકતામા વિવિધતા, વાક્ય બસ કાવ્ય રહ્યું
નાતજાતના ભેદભાવમા જણગણ સડી મર્યું
ઉત્તર દક્ષિણ, પૂર્વ પશ્ચિમ, છે દિશા છતાં કેવી દશા...!
આડંબરના અંધારે ભૂલ્યા સૌ રકતના નીંશા....
-DOLI MODI..URJA