અંતે બધું હેમ નું હેમ જ . તમે સોના માં થી ચેન બનાવો , વીંટી બનાવો કે બુટીયા અંતે એ મૂળભૂત સોનુ જ કહેવાય. એ રીતે ઈશ્વર ને કોઈ પણ નામ રૂપે બોલાવો . છેવટે તો એ ઈશ્વર એક જ છે. નામ જુદા , રૂપ જુદા . એટલે જ અમે કોઈ ધર્મ માં ભેદભાવ કરતા નથી. સાકાર , નિરાકાર કે નાસ્તિકતા કોઈ પણ રીતે ભજો , ના ભજો બધું એ જ છે. વિજ્ઞાન ને ધર્મ હંમેશા સાથે સાથે જ ચાલે છે એવું અમે માનીએ છે.