હે કૃષ્ણ ! જન્મ દિવસ મુબારક,
તારુ રૂપ નિરાળું નિરખું વારંવાર,
નિત નવાં વાઘા પહેરાવી લઉં ઓવારણાં,
ચંદનનું તિલક કરુ અને પહેરાવું ગુંજાની માળા,
ગુણગાન ગાઉં અને સાંભળું તારી લીલા,
તને સ્મરતાં હૈયે હરખ ઘણો વર્તાય,
સતત રહું તારી યાદોમાં મને આનંદ થાય.
લાલા તારા રૂપને જોતાં મન મારું લલચાય,
તારા દર્શન કરવા કાજે હ્રુદય વ્યાકુળ થાય.
બસ હવે તો કાના!
એક જ ઈચ્છા છે મારી,
ગીતાજી- ભાગવતમાં લીલાઓ તારી વાંચતાં
તારા પ્રત્યક્ષ દર્શનની ઝંખના છે મારી.
મારા બંસુ !
મારી બધી જ ઇચ્છાઓ પૂરી કરનાર,
હવે તો દર્શન આપ લાલા; તુ છે તારણહાર.
-Jagruti Pandya