વાતાવરણ જ કંઈક એવું સર્જાયું ...
જ્યાં ઈચ્છાઓ હતી ઘણું ખરું કહેવાની,
ત્યાં મૌનને જ પ્રાધાન્ય આપવું પડ્યું .
ન કહી શક્યા હૃદયની વાતો,
બસ આંખો દ્વારા જ વિચારોને વ્યક્ત કર્યા
વાતાવરણ જ કંઈક એવું સર્જાયું... બિંદુ અનુરાગ
ખબર નહીં આંખોની વાતો એ સમજી શક્યા કે નહીં
પણ હૃદયની એ કુમળી લાગણી સુધી એ પહોંચી શક્યા
ઘણા ખરા સવાલોના જવાબો અધૂરા જ રહ્યા
જ્યારે ઘણા ખરા પ્રશ્નો મૂંઝવતા રહ્યા
શા માટે સર્જાયું એવું વાતાવરણ ?
કે હૃદયની લાગણીઓને વ્યક્ત ન કરી શક્યા
જાણું છું અધૂરું છે જીવન તેના વગર
તેમ છતાં જીવવું પડશે એના વિના
વાતાવરણ જ કંઈક એવું સર્જાયું ...
કે જ્યાં ઈચ્છાઓ હતી ઘણું ખરું કહેવાની
ત્યાં મૌનને જ પ્રાધાન્ય આપવું પડ્યું
વાતાવરણ જ કંઈક એવું સર્જાયું....
-Bindu _Anurag