રાહમાં રાત પડી તમે નહીં આવ્યા,
વેદનાએ રાડ પડી તમે નહીં આવ્યા.
બહુ સહેલું હોય છે આવી જવાનું,
પણ વિવાદો ટાળી તમે નહીં આવ્યા.
સજાવી હતી પળો જીવતરની અમે,
ધરાર જીદને રાખી તમે નહીં આવ્યા.
સફર મજાની રાખવા તૈયાર ક્યારના,
તો પણ પગલું ભરી તમે નહીં આવ્યા.
ગઈ ગૂજરી ભૂલી આકાશ ચોખ્ખું કર્યું,
એકાદ વાદળી બની તમે નહીં આવ્યા.
-મહેશ ઠાકર