Gujarati Quote in Motivational by મહેશ ઠાકર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મે કયારેક કયારેક બીલ વગર ખરીદી કરી છે તો તિરંગો ફરકાવું કે નહીં?

વિજળીને થાંભલે ચડી કોક દિવસ લંગરીયા નાખેલાં તો તિરંગો ફરકાવું કે નહીં?

માટી-રેતી એવી ખનીજના ટ્રેકટર- ટ્રક ભરી ચોરી છુપીથી ખેતરમાં નાખ્યા કે વેંચી માર્યા હવે તિરંગો ફરકાવી દેશપ્રેમી બની જાવ?
સરકારી સંપતિમાંથી મુઠી -સુંડલો બઠાવી ઘરે લાવેલો હવે તિરંગામાં આ બધુ છુપાય જશેને?
ઘણી વાર નાના મોટા કામમાં સરકારી ઓફીસોમાં લાગવગ લગાડી આડેથી કામ કઢાવી લીધું હવે તિરંગો ફરકાવી મારી જાતને ભારતીય સાબીત કરી નાખું?
અનેક વખત ટ્રાફિકના નિયમો તોડી રોડ પર વાહન ચલાવ્યું છે.
અનેક વખત રોડ પર બીજાને અડચણરુપ થાય એમ વાહન પાર્ક કરેલ છે
પણ મારી રાષ્ટ્ર ભાવના જરાય ઓછી નથી થઈ જોઈલો મારા ઘર પર તિરંગો.
રાષ્ટ્ર નિર્માણની ગ્રાંટમાંથી વ્યકિતગત ખર્ચ માટે કટકી કરી છે પણ હું પણ રાષ્ટ્રનો ભાગ કહેવાઉ. આખરે તો આ રુપિયા પણ રાષ્ટ્ર માટે જ વપરાયા હવે એમાંથી તિરંગો ખરીદી દેશદાજ પ્રકટ કરી બતાવીશ.

ગૌચરમાં ખેતર બનાવી તેમાં ગાય રાખ્યા વગર સબસીડી લીધી છે અને સરકારી પડતર જમીન પર મકાન બનાવ્યું તો તેના પર તિરંગો શાનથી ફરકશે જ.
વાહન પર સરકારી કે સંગઠનના હોદાઓ લખાવી ટોલનાકા ટપાડ્યા છે એ વાહન પર પણ એકાદ ઝંડો લગાડી દઉં??
સરકારી વાહનોને મારા પોતાના કુંટુબના વ્યકિતગત ઉપયોગ કરી ખૂબ ટાયર ઘસ્યા છે છતાં તિરંગા માટે મને માન છે.
ટ્રેન કે એસટી બસમાં વગર ટીકીટે મુસાફરી કરી ને પણ હું તિરંગો તો ગમે ત્યાંથી લાવીશ અને લગાવીશ.
પુલ અને ડેમના કોન્ટ્રાકટમાંથી સિમેન્ટ અને લોખંડ કાઢી મજબુત મોટું મકાન બનાવ્યું છે તો એ તિરંગા વગર તો શોભે જ નહી યાર.
સરકારી નોકરીમાં કોક દિવસ ગાપચી મારી હાજરીની સહી કરી છે કયારેક કલાક મોડો પહોચ્યો હોઈશ પણ તિરંગો હું ટાઈમસર લગાડી દઈશ.
વ્યકિતગત સ્વાર્થને ધ્યાને રાખી સાચાને સાચો અને ખોટાને ખોટો નથી કહયું પણ એને દેશપ્રેમ સાથે શું સંબંધ.
ગુજરાતમાં દારુબંધી હોવા છતાં કયારેક એકાદ બે બોટલ બીજા રાજયમાંથી લાવ્યા હોય એનાથી દેશભકિતમાં કયાં ઓટ આવવાની.
કયારેક સ્ત્રીઓનું સન્માન ન જાળવ્યુ હોય કોઈ વડીલને સત્તાના કે રુપિયાના મદમાં હડધૂત કર્યા હોય પણ એમાં રાષ્ટ્રહિત થોડું જોખમાય જાય. ગાંધીજી જેવા વૈશ્ર્વિક મહામાનવને મારા જ્ઞાનના અભાવે બે ગાળો કાઢી હોય પણ ધ્વજ અને એને શું લાગે વળગે?
ખાનગીશાળા ચલાવતી વખતે સરકારે મંજુર કરેલ ફી કરતા થોડીક વધારે ફી લીધી હોય પણ એમાંથી બે રુપિયા બચ્યા છે તો બે તિરંગા વધુ લેવાશે.

કોઇની નજર ન હોય તો જાહેરમાં પાનની પીચકારી મારી લેવાથી દેશના જીડીપીમાં કયાં ફેર પડવાનો?
હું રાષ્ટ્ર ધ્વજ ન ફરકાવું તો ઠપકો દેજો. આખરે ગમે તેમ કરી હું રાષ્ટ્ર ભકત છું એ સાબીત કરીને જ જંપીશ.
વરસમાં બે દિવસ સાચવી લઉં છું જ, પંદરમી ઓગષ્ટ અને છવીસમી જાન્યુરી.
મોબાઇલની રીંગટોનમાં 'હે મેરે વતન કે લોગો' રાખી દઉ છું, એક દિવસ ખાદીનો ઝભ્ભો પહેરી લઉં છું, ચરિત્ર અને રાષ્ટ્રપ્રેમને કઈં સંબંધ હોય તો એ મારી જાણમાં નથી. બસ મેરા રાષ્ટ્ર હી મેરા ધર્મ હૈ.

Gujarati Motivational by મહેશ ઠાકર : 111825696
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now