Gujarati Quote in Poem by Shital Malani

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેસરીયો મોખરે રહી કરે ભારતમાતાની રક્ષા
એના લોહી- લોહીમાં વહે દેશહિતની સુરક્ષા
એ જ મારા દેશની નિતી છલકે વિશ્વાસભરી

જ્યાં ધવલ આભે ઊડે મુક્ત ગગનના પંખીડા
શાંતિ અને સમાનતાની હવાએ લહેરાય પતાકા
એ જ મારા દેશની મહોબત છે માનવતાભરી

જ્યાં હરિયાળી નાચે ને પ્રજાજન મુખે મલપતી
એની સમૃદ્ધિમાં જ ભાઈચારાની વાત છલકતી
એ મારા દેશના સૈનિકોની શહાદત છે હિંમતભરી

દોડવું ને દોડતા રહેવું, ન થાકવું કદીયે દુશ્મનોથી
સુદર્શન ચક્રથી હણવા શત્રુના સિર સદાય હકથી
એ મારા અશોકચક્રની અવિરત ગતિ સાહસભરી

આન,બાન ને શાન છે આપણો આ લહેરતો ત્રિરંગો
એની પાસે ફિક્કા પડે જીવના બાકી બચેલા રંગો
એ જ મારા દેશના વીરોની કહાણી છે વીરતાભરી

શિતલ માલાણી "સહજ"
૧૪/૮/૨૦૨૨
જામનગર

-Shital Malani

Gujarati Poem by Shital Malani : 111825447
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now