ફૈબા મારા મુજ ને રમાડવા આવ્યા છે.
___________________________
ફૈબા મારા , મુજ માટે ફાટેલી ગોદડી લાવ્યા છે,
દાદા નો ડંગોરો સાથે ગાજર ની પીપૂડી વગાડે છે.
ફૈબા મુજ ને રમાડવા આવ્યા છે.
હું રડતી હોઉ તો રાડ પાડી મુજ ને ડરાવે છે,
અને હુ હસતી હોઉ તો ચીટીંયો ભરી રડાવે છે.
ફૈબા મુજ ને રમાડવા આવ્યા છે.
આજ નામ મારૂ પાડયુ છે, ત્યારે દાદી ના દાદી નો જમાનો યાદ આવે છે,
પણ સાડી અને ડ્રેસ તો લેટેસ્ટ ફેશન ના
માગે છે.
ફૈબા મારા મુજ ને રમાડવા આવ્યા છે
ફૈબા મુજ ને ખોળા મા રમાડવા માગે છે, ત્યારે મારી છી છી પી પી બંધ થઇ જાય છે.
ફુવા પણ મુજ ને કાન માં કહે છે, મારા પણ તારા જેવા જ હાલ છે.
ફૈબા મારા મુજ ને રમાડવા આવ્યા છે.
જયવંત ભાઇ બગડીયા / કવિરાજ
.