Gujarati Quote in Motivational by DIPAK CHITNIS. DMC

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

// લાગણી-માંગણી //
——————————————————————————
#DIPAKCHITNIS

આ શબ્દોની વચોવચ આપણી ભાવનાઓ જ અટવાય છે,
ને બધી જ પ્રાર્થનાની આડમાં બસ માંગણીઓ ઠલવાય છે !!

સૌની આંતરિક નેમ હોય છે પહોંચવાની પ્રયત્ન વગર અહી
તેથી જ ઘણીવાર અપણા, કદમોમા જ મંઝીલો અટવાય છે !!

મુફલિસ મુસાફરોની આળસની જ હતી એ એક પરાકાષ્ઠા,
કઈ વાર સીધા ને સાફ રસ્તાઓ પણ હાંફી ને થાકી જાય છે !!

નિખાલસતાના ડહોળમાં રહી જ ક્યાં કાચ જેવી પારદર્શિતા,
સાચી મહોબ્બત જ વહેવાર વચ્ચે કાયમ ગોથા ખાય છે !!

રુદન એક અંધારાનું ઓગળી ગયું મધરાતનાં સન્નાટામાં,
હાસ્ય અજવાળાનું પરોઢિયે મન મુકીને સાંભળી શકાય છે !!

મારાં ને તમારા મુખૌટા ઉતરે તો જ અસલી ચહેરો દેખાય,
બાકી તહેવારોમાં પણ બનાવટી વહેવાર જ સચવાય છે !!

અનુભવનાં ચશ્માથી જયારે જયારે નીરખી છે આ દુનિયા,
ત્યારે મીઠાં સરોવર પણ મને મૃગજળ જેવાં જ દેખાય છ
આ જુવો તથાકથિત ધર્મોમાં પણ કોઈ અટવાય છે "પરમ",
મુજ "પાગલ" ને એજ ભગવાન હોવાની શક્યતા દેખાય છે !!

Gujarati Motivational by DIPAK CHITNIS. DMC : 111825323
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now