મારી સખી કે જ્યાં.....
મારે કોઈ ઔપચારિકતા નથી કરવી પડતી .....
મારી સહિયર કે જ્યાં....
મારે મોં ખોલવું નથી પડતું તે જાતે સમજી જાય છે....
મારી દોસ્ત કે જ્યાં.....
મારે કોઈ પ્રશ્નાર્થ નો ઉત્તર નથી આપવો પડતો....
મારી મિત્ર કે જ્યાં....
હું જેવી છું તેવી મને સ્વીકારવા માં આવી છે....
મારી ભેરુ કે જ્યાં....
મારી મૌન ની ભાષા નો અનર્થ ન કરતા મને સમજે છે....
મારી સહેલી કે જ્યાં....
મારે દિલ ખોલવું નથી પડતું તે જાતે આવી ને બધું ઉલેચીને હળવી ફૂલ કરી દે છે....
આવી છે મારી સખી જે કોઈજ અપેક્ષા વગર મને પ્રેમાળ તંતુ માં બાંધી છે...
-Shree...Ripal Vyas