રોજ રોજ યાદ આવો,સારું ન કહેવાય
આમ વગર પગારી નોકરી પર રાખો,સારું ન કહેવાય
મળવું હોય તો મળી લઈએ રૂબરૂમાં જ,એમાં શું?
આમ શમણાંનું કમાડ રોજ ખખડાવો,સારું ન કહેવાય
સ્મિત સાથે નજર ઝુકાવો,ત્યાં સુધી તો ઠીક પણ,
કાન પણ લટ ફેરવી,પથારી ફેરવો,સારું ન કહેવાય
દિલ,દફતરી,દાવત અને દીવાનગી બધુંય લઈ લીધું
ને હજુય પ્રેમના પુરાવા માંગો, સારું ન કહેવાય
એક'તો દિલ તોડી નાખ્યું,અડકો દડકો જ્યમ રમીને,
ને મારા દાવે હાથ પાછળ સંતાડો,સારું ન કહેવાય
વાત બસ લાગણીની હોય તો ચાલ ભુલીએ જઈએ,
તમે તો શ્વાસ ભૂલવાની માંડો,સારું ન કહેવાય
- નિર્મિત ઠક્કર