#Rakshabandhan
Rakshabandhan Part 1
*દિકરી, બહેન અને ફોઈબા સાથેના સંબંધમાં અંતર શા માટે.....?*
*પ્રિન્સ પુછે છે : શું વાત છે પાપા.....?*
*પાપા: તને ખબર નથી આજે તારી બહેન ઘરે આવી રહી છે? આ વખતે એ તેનો જન્મ દિવસ આપણી સાથે ઉજવશે. એટલે જલ્દી જા અને તારી બહેનને લઈ આવ અને હા, સાંભળ તું આપણી નવી ગાડી લઈને જજે જે આપણે કાલે જ ખરીદી છે. એને સારું લાગશે.....!*
*પ્રિન્સ : પણ મારી ગાડી તો મારો મિત્ર આજે સવારે જ લઈ ગયો અને તમારી ગાડી પણ ડ્રાઇવર એ કહીને લઈ ગયો કે બ્રેક ચેક કરાવવી છે.....!*
*પિતા: તું સ્ટેશન પર તો જા કોઈની ગાડી લઈને કે ટેક્સી કરીને. તને જોઈને એ ખુશ થશે.....!*
*પ્રિન્સ: એ બાળકી થોડી છે કે એકલી આવી નહીં શકે.....? આવી જશે ટેક્સી કે ઓટો લઈને. ચિંતા ન કરો.*
*પાપા: તને શરમ ન આવી આવું બોલતાં.....? ઘરમાં ગાડીઓ હોવા છતાં ઘરની છોકરી ટેક્સી કે ઓટોમાં આવશે.....?*
*પ્રિન્સ: સારું, તો તમે ચાલ્યા જાઓ. મારે કામ છે. હું નહીં જાઉં.....!*
*પાપા: તને તારી બહેનની જરા પણ ચિંતા નથી.....?*
*લગ્ન થઈ ગયા તો બહેન પરાઈ થઈ ગઈ.....?*
*શું એને આપણા બધાનો પ્રેમ પામવાનો હક નથી.....?*
*તારો જેટલો અધિકાર છે આ ઘર પર એટલો જ તારી બહેનનો પણ છે..... કોઈ પણ દીકરી લગ્ન થયા બાદ પરાઈ નથી થઈ જતી.....!*
*પ્રિન્સ: પણ મારી માટે તો એ પરાઈ જ થઈ ગઈ છે..... આ ઘર પર ફક્ત મારો જ અધિકાર છે.....!*
*અચાનક પિતાનો હાથ ઉઠવા જ જતો હતો ત્યાં માઁ આવી જાય છે.....*