જ્યાં જ્યાં હારું છું હું નિરાશ થાવ છું હું
ત્યાં ત્યાં તું જ દ્વારકાધીશ આશા સર્જે છે
જ્યારે જ્યારે હું માર્ગ ભટકું છું
ત્યારે ત્યારે તું જ મને રાહ ચીંધે છે
હું ભૂલું કદાચ પણ હર વખત તું મને તારી યાદ અપાવે છે ... બિંદુ
કઈ રીતે તારા ઉપકારોનું કર્જ ચૂકવું હું એ પ્રશ્ન જ્યારે થાય છે
ત્યારે તું જ એ વાતાવરણ સર્જે છે કે આ દુનિયા બતાવે છે
જ્યાં હું મારી જાતને ખુશનસીબ માનવા લાગું છું ...
ખબર નહિ કર્મ હું કરું છું પણ કરાવે તો તું જ છે ને દ્વારકાધીશ
એવું હું મહેસુસ કરું છું માટે જ તારી કૃપાથી સઘળુંય થાય છે
નામ મારું થાય છે પણ એ સઘળુંય કરનાર તો તું જ છે ને દ્વારકાધીશ
-Bindu _Anurag