એકવાર હું મારા એક મિત્ર સાથે નાસ્તો કરવા ગયો. અમારે ત્યાં રગડા સમોસા ફેમસ છે. મારા મિત્રએ સમોસાવાળાને કહ્યું બે ડિશ બનાવ.
મારા મિત્રએ મને પૂછ્યું, "તું તીખી ખાઈશ?"
મેં કહ્યું, "ના. મરચું મિડિયમ."
મારા મિત્રએ સમોસાવાળાને કહ્યું, "એક ડિશ મિડિયમ બનાવજે અને મારી એકદમ તીખી. તીખી લીલી ચટણી નાંખીને બરાબર તીખું બનાવજે. મેં ૧૫૦૦૦ રૂપિયા મસાની દવા માટે અલગ રાખ્યા જ છે."