Gujarati Quote in Poem by Chapara Bhavna

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Mara anmol mitro ne.......
તું આટલી ધખધખતી લાગણીઓ ના મોકલ...
સળગતા કાગળને
ઠારવા અશ્રુ ખુટી પડે છે...

થઇ જશે બધી ઊંઘ પુરી જયારે અનંતની વાટ પકડશું,
માંડ માંડ મળ્યાં છે દોસ્તો,
થોડા ઉજાગરા કરવા દે,

નથી કરવા નફા-નુકશાનનાં સરવાળા બાદબાકી,
આજ મળી છે ખુશી,
મને એના ગુણાકાર કરવા દે,

મળી જેમને હું મારું અસ્તિત્વ પણ ખોઈ બેસું છું,
એવા મિત્રો માં મને મારો
સાક્ષાત્કાર તો કરવા દે,

તારા દરબારમાં ખબર નથી કેવી હશે જિંદગીની મજા ઈશ્વર,
પણ આજ તો જામી છે,
અહી સ્વર્ગ ની રંગત,.......માણવા દે,

અંતે તો તારા જ શરણમાં આવવું છે હે ઈશ્વર,
આજ મળેલા દોસ્તો સાથે
થોડી ગુફ્તગુ તો કરવા દે,

સાંભળ્યું છે બહુ લાંબી સફર હોય છે અનંતની યાત્રાની,
મને રસ્તે વાગોળી શકું એટલું
મિત્રોનાં સ્મરણનું ભાથું તો બાંધવા દે.


#Friendship

Gujarati Poem by Chapara Bhavna : 111823889
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now