શું ચાલે છે મનમાં કેમ કળાય ?
મળવું હોય પણ કેમ મળાય ?
એટલા પણ દૂર નથી આપણે,
કે ધારીએ અને મુલાકાત ન થાય ?
શું ચાલે છે મનમાં કેમ કળાય ?
બધી જાણકારી રાખે છે તું,
તારીએ બધી ખબર રાખું હું,
ઘણું ભૂંસાય ત્યારે થોડુંક લખાય,
વેદના મનની કલમને ક્યાં સમજાય ?
શું ચાલે છે મનમાં કેમ કળાય ?
અવસર આવ્યો ને અકાળે જતો રહ્યો,
મનનું સમય સર સઘળું કહી ગયો,
તને બધી ખબર તારાથી કાંઈ છુપાડાય ?
'જોકર'ની વ્યથા બસ દર્પણ ને સમજાય,
શું ચાલે છે મનમાં કેમ કળાય ?
મળવું હોય પણ કેમ મળાય ?
અશોક ઉપાધ્યાય
06/08/22