મારે મુક્ત ગગને વિહરવું છે
મારે પંખી બની જગ માહી ઉડવું છે.
ખુલ્લા આકાશે અવિરત ઝુલવુ છે.
વનવગડા માં અથાક ભમવું છે.
ઝરણા સાથે ખળખળ વહેવુ છે.
નદીઓ સાથે ધસમસતું રમવું છે.
સાગર માં જઈ પ્રેમરૂપી ભળવું છે.
હૈયા માં હામ ભરી ને ખુણે ખુણો ભમવું છે.
પહાડો ના પથ્થરે પથ્થરે સમતા ધરી નમવું છે.
રણમા રેતી જોડે એકાકાર બની ભળવું છે.
રમતા બાળકો જોડે બાળક બની રમવું છે.
થનગનતા યુવા હૈયે સતત ઝઝુમવું છે.
સંબંધો ના તાણાવાણા માં આળોટવું છે.
માનવતા ના પાઠ મારે રોજ નવા ભણવું છે.
ભકિત રસ થી તરબોળ થઈ અંતે પ્રભુ ચરણે શીશ ધરવું છે.
-Nayana Viradiya