‘ક,ખ,ગ,ઘ એ માત્ર કક્કો નહીં, પણ જીવનશૈલી છે’ 🌹🌹🌹
શિક્ષણમાં પ્રવેશ થાય ત્યારે કક્કો શીખવવામાં
આવે છે. અમે જે રીતે કક્કો શીખ્યા હતા, તે તમને
કહું છું ક કલમનો ક, ગાતાં-ગાતાં રિધમ સાથે શીખતા,
ખ ખડિયાનો ખ, કલમને ખડિયામાં બોળવાની પછી શું લખશો તો?
ગ ગણપતિનો ગ. હવે તમે નિશાળ જાવ છો તો જીવનમાં
નિયમિતતા આવવા લાગી છે. એટલે ઘ ઘડિયાળનો ઘ.
ચ ચકલીનો ચ. જૂન મહિનાથી શાળા શરૂ થાય.
એટલે વરસાદ શરૂ થાય એટલે આવે છ છત્રીનો છ.
આ માત્ર કક્કો નથી, પણ જીવનશૈલી છે.
#દિપકચિટણીસ