મારા ગામમાં મારા ગામનો મારો એક મિત્ર જેનું નામ યોગેશ છે તે એકદિવસ મારી પાસે આવ્યો અને મને કહે ચલ મહેશ આપડે મણીકાકાને ઘરે જવું છે.
મેં કહ્યું, ચાલ.
મણીકાકાના ઘરે જઈને કે' કાકા મારે પંચ ભેગું કરવું છે.
મણીકાકાએ કહ્યું, શું થયું?
એટલે યોગેશે કહ્યું, "મારે પાયલ સાથે છૂટાછેડા લેવાં છે."
મેં અને મણીકાકાએ સમજાવ્યો પણ માન્યો જ નહીં અને છેવટે પંચ ભેગું થયું.
મણીકાકાએ શરૂઆત કરી કે બોલ યોગા શું કહેવું છે, તારે જે કહેવું હોય એ પંચની હાજરીમાં બોલ.
એટલે યોગો બોલ્યો, " કાકા મારે પાયલ સાથે નથી રહેવું, છૂટાછેડા લેવાં છે."
કાકા કે' પણ કેમ લેવાં છે એ તો કહે.
યોગેશ કહે, "પાયલ મને રોજ મારે છે."
આ સાંભળીને બધા ખડખડાટ હસ્યા, પણ યોગેશની મુખમુદ્રા જોઈને લાગ્યું કે વાત ગંભીર છે.
એટલે મણીકાકાએ પાયલને બોલાવી અને પૂછ્યું, "પાયલ આ યોગેશ કે' છે કે તું એને રોજ મારે છે, આ વાત સાચી છે."
પાયલ બગડી અને ગુસ્સામાં બોલી, "ખોટું બોલે છે કાકા. હું એને રોજ નથી મારતી, અઠવાડિયામાં બે કે ત્રણ વાર જ મારું છું."
અને પછી જે બધા હસ્યા છે, એવું લાગ્યું જાણે આખું ગામ હસતું હોય.
બોલો હવે આનો ઉપાય શું કરવો?