" આઇ લવ યુ કહે બધા "
( ગઝલ )
વાતને વાતમાં આઇ લવ યુ કહે બધા.
ચાંદની રાતમાં આઇ લવ યુ કહે બધા.
વેદના લાગતી જાય છે મીઠી ઘણી;
પ્રેમના ઘાતમાં આઇ લવ યુ કહે બધા.
જેમ મોકો મળે ચૂકતા ના બોલતા;
રોજ એકાંતમાં આઇ લવ યુ કહે બધા.
હોઠ પર વાત ઘૂંટાઇ ગઈ છે આજ તો;
ખાસ જજબાતમાં આઇ લવ યુ કહે બધા.
ખાસ Bન્દાસ થઇ જો લખે એ આ ગઝલ;
હા અલગ ભાતમાં આઇ લવ યુ કહે બધા.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
બંધારણ : ગાલગા×૦૩+ગા+ગાલગા