એક ઘટના બની...
અમે બે ભાઈબંધ વાતો કરતા હતા અને હમણાં નવો બનેલો ભાઈબંધ પણ સાથે હતો.
એણે મને પૂછ્યું, "ભાઈ તું કરે છે શું?"
મેં કહ્યું, "નાટક."
એ કહે, "પણ કરવાનું શું?"
મેં કહ્યું, "નાટક."
મને કહે, "એમ નહીં, કરવાનું શું?"
મેં કહ્યું, "નાટકમાં નાટક"
મને કહે, તારો પગાર કેટલો છે?
મેં કહ્યું, " આમ તો બે લાખ છે ,પણ બધું કપાઈને અઢી હજાર હાથમાં આવી જાય. "