ચા ને કોફી ખાલી જાત જ નોખી
બાકી તો એની વાત જ અનોખી
ચા ને કોફી મળે તો રહે સુંદર એ સવાર
ચાની જોડે મનગમતો સંગાથ લાવે એ ખુશીયો ની બહાર
દોસ્તો ની મહેફીલમા ચા ને કોફી ભરે રંગ અપાર
પ્રેમિકા ની રાહ જોવામાં ચા ને કોફી પર જ હોય તરાપ.
મહેમાનો નું સ્વાગત ને સંબંધો ને સગપણ ચા થી ભળે એમાં ગળપણ.
દુઃખ માં પણ ચા તો હોય સદાય જ સાથ
બધાને બસ ચા ની જ હોય સદાય આશ
આવો ને આજે ચા પીવા મારા નિવાસ
-Nayana Viradiya