ઊભી છું ઉંમરને ઓરડે અને સખી પૂછે..!!
કેમ હવે જીવી લીધું તે!!
મારા દિલ થી બોલી દેવાયું, હજી જીવી શું ક્યાં???
કેટલા અરમાનો ને દબાવી રાખ્યા,અને કેટલા મારી નાખ્યા.
સમય નથી સખી, મારે માટે એક ક્ષણ જીવવાનો.
થઈ છું.હું એક સેવા કરનારી ,નિખાલસ સ્ત્રી
કોણ સમજીને ,મને કહે; બહુજ થયું હવે તો જીવી લે તારા માટે.
હું જ જવાબદાર સખી,પોતાનું અસ્તિત્વ મિટાવી બધા માટે જીવી લીધું .
પણ કોઈને મે સવાલ ના કર્યો,કે હું થોડુક મારા માટે કંઈ તો કરું.?
વાત ના થઇ સખી,અને સમય સાથે ઉંમર થયી ગયી.
જીવવું મારે હજી એક પાંખો ભરાવી ને મુકત ગગનમાં....
સખી હજી સમય છે,ઉંમર થઈ છે,પણ સખી મન તો તારું નાનું..
ચાલ સખી મારી સાથે એક નવી ઉડાન ભરી લઈએ..........

-Bhanuben Prajapati

Gujarati Poem by Bhanuben Prajapati : 111821919

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now