" કોણ છે "
( ગઝલ )
આજ પાયા વગર વાતમાં કોણ છે.
શોર છે વાતનો રાતમાં કોણ છે.
શોધતા જાતને આયનામાં બધા;
ના મળે વેદના ઘાતમાં કોણ છે.
ઓળખાતો ન માણસ હજી પણ મને;
માનવીની ભલા જાતમાં કોણ છે.
શોધવામાં કરે એ સમય જો જતો;
કે સમય મારતો લાતમાં કોણ છે.
આપ Bન્દાસ આજે ઉત્તર વાતનો;
ચક્ર ફરે છે દિવસ રાતમાં કોણ છે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
છંદ : મુતદારિક