ભલે તું આવે દુશ્મન બનીને
દોસ્ત બનીને ના જાય તો કેજે મને
ભલે તું ધિક્કારે મને, ભીંત માં જેમ ઉગે પીપળો
એમ તારા દિલ માં ઉગી ના નીકળું તો કેજે મને
ને દોસ્તી કરું કે દુશ્મની દિલ થી નિભાવાની આદત છે મને
તું દોસ્તી કરે કે દુશ્મની આધાર રાખે છે તારા પર
જે પણ કરે દિલ ને ફાવી ના જાય તો કેજે મને
ને દુશ્મની ક્યાં સુધી ટકશે?
દોસ્તી જન્મો જન્મ ના ટકી જાય તો કેજે મને