વરસ્યો છે અનરાધાર એ બહાર કે ભિતર?
લથબથ થઈ હેત વર્ષાએ બહાર કે ભિતર?
કોણે સાદ પાડ્યો, સાંભળું બહાર કે ભિતર?
વગર સ્પર્શે રણઝણતાં તાર બહાર કે ભિતર?
સ્પંદન સુંવાળા દઝાડતાં અંગ બહાર કે ભિતર?
મન ઉપવન ખીલી ઊઠે આ બહાર કે ભિતર?
શાંત દિલમાં કોણ મચાવે શોર બહાર કે ભિતર?
'ઊર્મિ' આ તનમન તરબતર બહાર કે ભિતર?
મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'