મનસા મનેખની
---------------------
એક નાનું ઝાપટું હું ,
ને તું અનરાધાર નો આદી.
હું નીરવતાની મૂર્તિ જ્યમ,
ને તું સમીરનો સાથી.
નદીનું શાંત જળ છું હું,
ને તું મોજાની મસ્તી.
ભરતી ઓ આવે તોય શાંત હું,
ને તું પાગલ દરિયાની કસ્તી.
કિંમતી પુસ્તકાલય જેવી છું હું,
ને તું બેકાર પસ્તી.
નિર્જન વન ની કોયલ જ્યમ હું,
ને તું ઘોંઘાટ ની વસ્તી.
નાજુક હરણાં જેવી છું હું,
ને તું ભયાવહ શિકારી .
સુકોમળ શ્વેત કાયા સમ હું ,
ને તું ભળકતો અસ્થિ.
આમ છતાંય ,
જાણી જોઈને હું તારામાં લપસતી;
જ્યમ બંધ કમળમાં ભ્રમરાની સમાઈ જતી હસ્તિ.
લે હવે તું જ સમજાવ મુજને ,
આ જીવન મજધારે;
કેમ ચાલશે આપણી ગૃહસ્થી ?
#માહી