તું અરીસામાં હવે જોયા ના કર,
વાળ ધોળા જોઈને રોયા ન કર...
આ જુવાની તો હવે વીતી ગઈ,
તું જુની તસ્વીરમાં ખોયા ન કર...
માત્ર અંદરનું તું સાચવ એ ખરું,
બાહ્ય ચહેરાને હવે ધોયા ન કર...
ખૂશી સૌને વ્હેચી રાજી થઈ જા તું,
શબ્દના આંચળમાં દુઃખ દોયા ન કર...!!! 🍃 🍂 🍁