ચાલ ને ક્યાંક ફરવા જઈએ.
શહેરની આ ભાગદોડને મૂકી ચાલને વાદળોને મળવા જઈએ.
થોડું હસીએ, થોડું રમીએ, સાથે વરસાદમાં પલળવા જઈએ.
બોલાવે છે ખળખળ કરતાં પેલા ઝરણાઓ મસ્તી કરવાને,
ચાલ ને, એ ઝરણાનાં નીરને હથેળીમાં આપણી ઝીલવા જઈએ.
ધરતીના જો ને કેવા બદલાય છે રંગો આ વરસાદને સ્પર્શીને,
રંગબેરંગી કળીઓમાંથી આપણે પણ ફૂલોને ખીલવવા જઈએ.
આખો સમય તો નાચીએ છીએ આ સમાજ ને સમયના તાલ પર,
આજે એ ભૂલીને મનમોહક મોરલાનું નૃત્ય માણવા જઈએ.
તને ખબર છે પ્રેમનો એકરાર કેટલો અસરકારક હોય છે,
વરસાદના ટીપામાં આભે ધરતીને શું કહ્યું એ જાણવા જઈએ
બહું બદલ્યા પોતાને આ દુનિયાંનાં રિવાજ માટે અત્યાર સુધી,
ચાલ ને ખુદ ને સ્થિર કરીને દુનિયાને આપણા માટે બદલવા દઈએ.
-તેજસ