Gujarati Quote in Book-Review by Hemant Parmar

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સાગર નું પણ કેવું?*
*એકદમ પુરુષ જેવું...🙋‍♂️*
તોફાની થવું
શમવું
સમાવી લેવું

ગુસ્સો કરવો, ડર બતાવવો
પણ પોતાનાઓ માટે સઘળું સહી આંસુ પીવું સહજ છે પુરુષો માટે

ન વિશ્રામ
ન આરામ
બસ કામ, કામ ને કામ
આપવા પરિવારને આરામ

આ છે પુરુષ
જે સરળ છે
જેને સમજવો સરળ છે
જે પરિવારના પ્રેમ માટે વિહવળ છે

એના માટે સૌથી મોટું માન
પરિવારની મુસ્કાન...
🤗🤗🤗🤗🤗

*વાદળ નું પણ કેવું?*
*બિલકુલ સ્ત્રી જેવું...🙋‍♀️*
બંધાવું
વરસવું અને
વિખાઈ જવું...

ઝીલવાની પાત્રતા સામે હોય કે ન હોય
પણ આપી દીધાનો સંતોષ
અદભુત હોય છે સ્ત્રીને...

ન આશ...
ન પ્યાસ...
થોડો વિશ્વાસ ને
ખાસ એહસાસ

આ છે સ્ત્રી...સ્ત્રી....
જેને સમજવા જશો તો ગ્રંથ લાગશે....પણ....એની સાથે જીવશો ને તો....વસંત લાગશે...

🌹🌹🌹🌹🌹🌹🌹

Gujarati Book-Review by Hemant Parmar : 111820772
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now