"વિજય:એક એહસાસ"
ત્યારે મેહસૂસ થશે વિજયનો એહસાસ
જો દિલમાં યુદ્ધ કરવાની હિંમત હોય
ત્યારે જ મળી શકે એ વિજય જ્યારે
મેળવનારને મન તેની કિંમત હોય
એ ત્યારે જ સંભવ છે જો તમારા
બાવડામાં બળ અને હૈયે હિમ્મત હોય
વિજય તો એ પણ છે જ્યારે તમારી હાર
દુશ્મનની જીત કરતા વધારે ચર્ચિત હોય
દુશ્મન પણ જીત્યા પછી વાહ વાહ કરે
તમારી હારની જો એવી કિસ્મત હોય
જીત છે જીદ મારી, કોશિશ કરતો રહીશ
એક દિવસ જોઈશ ગર્વ કરે એવી જીત હોય