" મનમાં વાવ તું "
( ગઝલ )
રાહ જોતો રહું ક્યારની આવ તું.
કેમ થયુ મોડુ ખા ના હવે ભાવ તું.
ફૂલ મુરઝાય છે બોલતી ના મને;
ભાવ એના પ્રત્યેનો જરા લાવ તું.
આમ છટકી જવાના બહાના બધા;
છોડ રોજે બહાના ન સમજાવ તું.
ઑર ઘાયલ ન કરતી મને પ્રેમમાં;
કે હવે આપતી ના મને ઘાવ તું.
જે ઉગી નીકળે રોજ Bન્દાસ એ;
એ ઈચ્છા ખાસ મનમાં સદા વાવ તું.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
છંદ : મુતદારિક