નથી હુ પિંજરા નું પંખી.....
નથી હું પિંજરાનું પંખી, નથી હું પિંજરામાં પંખી.
મુક્ત ગગન અને સાગર છે મારી સખી ,
નથી હું પિંજરાનું પંખી, નથી હું પિંજરાનું પંખી
પિંજર સોનાથી ભલે હો મઢી તો પણ દિલ રહે મારો ડંખી.
નથી હું પિંજરાનું પંખી, નથી હું પિંજરાનું પંખી.
પાંખ ભલે ન મળે તો પણ આકાશે આંબવા રહું હું ઝંખી.
નથી હું પિંજરાનું પંખી, નથી હું પિંજરાનું પંખી.
નિષ્ફળતા ને સફળતા છે મારી મંઝિલ ની ધરી.
નથી હું પિંજરાનું પંખી, નથી હું પિંજરાનું પંખી
માગૅ મંઝિલના ના હોય કાંટાળા તો પણ ના ડરી.
નથી હું પિંજરાનું પંખી, નથી હું પિંજરા નું પંખી.
સ્વાર્થી સહારા મળે અનેક તો પણ ન લઉ હું છું એકલ પંથી.
નથી હું પિંજરાનું પંખી, નથી હું પિંજરાનું પંખી.
ભલે નદી બની ન વહુ તો પણ ઝરણા બનવાની ઝંખી.
નથી હું પિંજરાનું પંખી, નથી હું પિંજરાનું પંખી.
મૂકતગગન ન હોય તો પણ ઉંડુ હું બની એકલ પંખી.
નથી હું પિંજરાનું પંખી, નથી હું પિંજરાનું પંખી.
સપના ભલે ન પડે સાચા તો પણ રહુ હું મથતી.
પહોંચું ન કિનારે તો પણ મઝધાર ને હૈયા માં છે ભરી.
નથી હું પિંજરાનું પંખી, નથી હું પિંજરાનું પંખી