Gujarati Quote in Poem by Nayana Viradiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કવિતા:- ‌‌ પત્ની - મનગમતો મોગરો



નયનમાં નેહ ને આંજી સ્નેહે સુગંધી ચહેરો ચમકાવી, ઝરણાની જેમ સ્મિતને ખડખડ વહેવડાવી.
સૂરજની પહેલા જગાવતી મારા મનગમતા મોગરાની સુગંધ. અજવાળા તારા હેત ના હૈયે ભરી પ્રીત ના સુર રેલાવતી મારા મનગમતા મોગરાની સુગંધ.
સુગંધિત નવ પલ્લીત સ્પર્શ તારો કોમળ ને હુંફાળો મારા વદન ને જ્યારે સ્પશૅતો,
સુગંધી મોગરો લાગે રુવે રુવે છે મઘમઘતો.
મીઠો લહેકો મને જ્યારે તારો બોલાવતો,
કાન પણ હરખાય ને સ્મિત લહેરાવતો.
તારા હુંફાળા પ્રેમ થી છલકતો ચા નો એ કપ,
તાજગી આપે છે મને છલોછલ એ તારું તપ.
ઝાંઝર નો રણકાર મારા કાન ને છે ગમતો,
તું છે મારા મન નો મોગરો મનગમતો.
તારા પ્રેમ ની સુગંધ ને સદાય હૈયે છે વરતી,
બપોરે ટિફિન મા સ્વાદ ને સુગંધ બની મળતી,
જાણે સ્મિત રસ એમા જ તું પ્રેમ નો છે મેળવતી.
સાંજે ચરણ મારા તુજ સમીપ આવવા ઝઝુમતા,
થાપટ તારી મળે તન મન આનંદ અનુભવતા.
હે પ્રિય પત્ની,! એક તું જ છે મારા મનગમતા મોગરો
મારા જીવન ને સુગંધે રોજ એ મહોરતો મારો મનગમતો મોગરો.

Gujarati Poem by Nayana Viradiya : 111820290
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now