અમુક લોકો શબ્દોથી કહી નથી શકતાં, પણ તમારી ફીકર કરતાં હોય છે.
બોલશે નહી પણ આંખોમાં દેખાશે, આંખોથી જ દિલની વાત કરતાં હોય છે.
તમે જયારે કહેશો ત્યારે આવી જશે, કોઈ બહાનાં ક્યાં કરતાં હોય છે.
એનો મતલબ ફક્ત દોસ્ત છે એવું નથી, એ પ્રેમ તો તમને જ કરતા હોય છે.
કહેશે નહી તમને તમારું મહત્વ, પણ જરૂર પડે સ્પેશિયલ ફીલ કરાવતા હોય છે.
દરેક જીદ તમારી એને ખબર છે, તમને તમારી ખોટી જીદથી બચાવતા હોય છે.
ખબર છે કે તમે અંદરથી ખાલી છો, કંઈ પૂછ્યા વિના તમને હસાવતા હોય છે.
બીજાને પ્રપોઝ કરવાં સાથે આવશે તમારી, પોતાના જ દિલને પછી મનાવતા હોય છે.
-તેજસ