તને ક્યાં સમજાય છે..!
રોજ તો હુ તને યાદ કરું છું
પણ તને ક્યાં સમજાય છે..!
આંખોમાં હજારો સપનાઓ લઈને ફરું છું
પણ તને ક્યાં સમજાય છે..!
તારા માટે જીવું છું તારા માટે જ મરું છું
પણ તને ક્યાં સમજાય છે..!
બધા જતા રહ્યા પણ હુ તારી રાહ તકુ છું
પણ તને ક્યાં સમજાય છે..!
તારા સપનાઓ માટે જ હુ જીવું છું
પણ તને ક્યાં સમજાય છે..!
શું તું મારી થઈશ? એ જ તો તને પુછું છું
પણ તને ક્યાં સમજાય છે..!
અરે યાર, દિલથી તને હુ પ્રેમ કરું છું
પણ તને ક્યાં સમજાય છે..!