વિચારું છું કે આ બારી ના પડછાયાં...
સાથે તને જોતી જોતી આવું......
એ ધીમી થયે ગયેલી ટ્રેનમાં ક્યાંક...
તું દર સ્ટેશન છે એમ સમજીને આવું......
આવી જાય જો એ પળ તો દુર થી...
રાહ જોતા એ આલિંગન ભરી નજર જોતી આવું...
જરા નજીક પહોંચી જાવ તો એ...
આખોમાં વરસતી રાહ ની પળ જોતી આવું...
એ થોડી મુસ્કુરાહટ માં ઇન્તેજાર... ને પૂરી થતી જોતી આવું.....
બસ જાણે કે તને મળવાની એ..
ઘડીને વિચારી વિચારીને....
બસ સપનાને "શમણું" કરતી આવું....
બિનીતા જીજ્ઞેશ પરમાર
સુરત