સગવડીયા ભક્ત
જાણું હું તું ભાવના નો ભુખ્યો છો મેવા
તોય હું પકવાન ધરાવૂ બત્રીસ કેવા!
જાણું પૃથ્વી તણા છે બેસણા તારા
તોય આસન સજાવુ હું ખુબ અનેરા!
તું છે સાદગી નો અભિલાષી મુરારી
તોય તારી મુરત ને મેં છે શણગારી !
તને વાંસળી ગમે બહુ ગિરધારી
તોય હું ઢોલ નગારે તને જ જગાડી !
તુ છે આ જગ માં સવૅ વ્યાપી ગોપાલા
તોય હું તને શોધું મંદિર મધ્યે નંદલાલા!
તું છે સવૅ જનનો વાસી અવિનાશી
તોય મંદિર માં પૂયૉ મેં તને મધૂરાશી!
તું ભક્ત ના પ્રેમે છે બન્યો ડાકોરવાસી
તોય મેં ધન ધયૉ તને અક્ષર વાસી!
તને ભાવે માખણ મિસરી માવજી
હું કાજુ ને કેક ધરૂ તને કાનજી!
તું માફ કરે મને મુરલીધર મેવા
હું કેવી સગવડે કરૂ તારી સેવા!!!!