ગઈકાલે દુબઈ ખાતે છેલ્લા દિવસે ડોલ્ફિન શો જોયો. ડોલ્ફિન અને સી લાયન પાસે હેરતભર્યા ખેલ કરાવે છે. ડોલ્ફિન પાસે ઊંચા અને લાંબા કૂદકા, ખૂબ ઊંચે રહેલા બોલને ફટકારવો, બે ડોલ્ફિન નું એક સાથે નાચવું, માણસ સાથ ચાલવું, સી લાયન પાસે લોકોને પુષ્પ ગુચ્છ અપાવવો, આખા સી લાયન પર માણસ બેસીને હોજ ફરતી સવારી કરે,ડોલ્ફિન મોં માં પીંછી લઈ પેઇન્ટિંગ કરે વગેરે જોવાની ખૂબ મઝા આવી. આશરે સવા કલાકનો શો હતો.
પૌત્રને મેટ્રો રાઇડ કરાવવા ધરાર મેટ્રો સ્ટેશને જઈ અહીં મશીનમાં કાર્ડ કઢાવ્યું. અમુક રકમ ભરી કાર્ડ કઢાવી તેને એક્ટિવ કરવાનું ને પછી ટોપ અપ કરવાનું હોય છે. છેક એરપોર્ટ બે મોટી બેગ સાથે મેટ્રોમાં ગયા. દુબઈ એરપોર્ટ એટલું મોટું છે, કે ટર્મિનલ 1 ઉતરી તમારા પાસપોર્ટ ઇમિગ્રેશન વગેરે માટે જવા એરપોર્ટ મા જ મેટ્રો જેવી ટ્રેન દોડે છે. એરપોર્ટ A, B .. F જેવા પાર્ટ્સ માં વહેંચાયેલું છે. અમારી ફ્લાઇટ D ક્લસ્ટર માં હતી. ગેટ D 24. 36 ગેટ D માં હતા. ડ્યુટી ફ્રી શોપ્સ માં ચોકલેટ, અત્તર, પરફ્યુમ, ફોરેન ટોયસ, ગૂચી કે રોલેક્સ નાં સ્ટોર્સ જોયા. માત્ર જોયા.
અમદાવાદ એરપોર્ટ ઉતર્યા તો 5.10 નાં પણ સામાન માં એક બેગ લગભગ 35 કે 40 મિનિટે આવી.
તો પાછા અહીંના ઘેર.
ડોલ્ફિન શો ના ફોટાઓની લિંક મુકું છું તે ક્લિક કરી જુઓ. ફોટાઓ મારા પુત્ર હર્ષએ લીધા છે ને કોઈએ મુકેલી ફેસબુક પોસ્ટમાં શેર નો વિકલ્પ નથી.
https://m.facebook.com/story.php?story_fbid=10158991279661169&id=673531168