ગુરુ પૂર્ણિમા તહેવાર નિમિત્તે એક લેખ
ગુરુ એટલે શું?
ગુરુ ની વ્યાખ્યા કઇ?
તમને વિજ્ઞાન શીખવાડે એ ગુરુ? ગણિત ના દાખલા ના આવડે અને એ શીખવાડે એ ગુરુ? ...
ઓકે, એ તો ખરું જ,
પણ તમારુ ગુરુર, તમારુ અભિમાન ઉતારે એને પણ ગુરુ કહી શકો, કારણ કે ગુરુ તમારા કરતા એક સ્ટેપ તો આગળ જ હોય છે ને?...
બીજું કે તમે કોઈ વિભૂતિ ને કે કોઈ આધ્યાત્મિક પુરુષને ગુરુ તરીકે સ્વીકારો છો , કારણ કે એના સાંનિધ્ય માં તમે એક પ્રકાર ની શાંતિ પ્રાપ્ત કરો છો,...
તો ભગવતગોમંડલ માં જણાવ્યા પ્રમાણે સાચી સલાહ આપે એને પણ ગુરુ કહી શકાય,
પછી ભલે એ તમારા કરતા ઉમર માં કે હોદ્દા પર નાનો હોય , તત્પૂર્તા સમય દરમ્યાન એ પણ ગુરુ જ કહેવાય ,
તમને ઈન્ટરનેટ નથી આવડતું તો તમારો પુત્ર/પુત્રી/પૌત્ર તમને શિખવાડે
છે એટલા સમય પૂરતું એ પણ તમારો ગુરુ જ કહેવાય,...
તમારી પત્ની જે તમારી સહધર્મચારિણી છે, તમારા દરેક મૂડ ને જોઈ, અનુભવી શકે છે, દાંપત્ય જીવન ના આટલા વર્ષો પછી પત્ની ને ખ્યાલ આવી જાય છે કે તમે કઇ જગ્યા એ અટવાયા છો અને એની સાચી સલાહ થી તમે પ્રોબ્લેમ માંથી બહાર આવી જાવ છો તો એ પણ તમારી ગુરુ જ કહેવાય ને?...
તમે બહુ મોટા પ્રોબ્લેમ માં ફસાઈ ગયા છો અને તમારા મિત્રની સલાહ થી તમે એ પ્રોબ્લેમ માંથી બહાર નીકળી ગયા છો, તો એ પણ એટલા સમય પૂરતો તમારો ગુરુ જ થઈ ગયો ને?
તમારો અનુભવ પણ તમારો ગુરુ બની શકે છે,...
તમારો અંતરાત્મા પણ તમારો ગુરુ થઈ શકે છે ...
ટૂંક માં ગુરુ એટલે તમારો માર્ગદર્શક, જે તમને ખોટા માર્ગે થી પાછા વાળે અને સાચો રસ્તો બતાવે, જે અજ્ઞાનના અંધકાર ને દૂર કરે ,...
અને એવા ગુરુ ને યાદ કરવા અને ગુરુમય બની જવાનો દિવસ એટલે
ગુરુ પૂર્ણિમા...
.
.
.
.
..
.
.
જતીન ભટ્ટ (નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995