" એક કરમાય ના "
( ગઝલ )
'આવતું પાછું ના હા કદી બાણ જો.
એમ છૂટે સદા કોઈના પ્રાણ જો.'
બેસણાં ટેલિફોનિક કર્યા છે અહીં;
આજ મળતી ન જોવા ભલા કાણ જો.
બોલ, જીવન સરળ કેમ જીવાય કે;
એ જ ચિંતા સતાવે ઘણી તાણ જો.
શોધતા શોધતા હાથ ખાલી રહ્યા;
ખોદતો જાય છે માનવી ખાણ જો.
રોજ Bન્દાસ મરતો રહે છે અહીં;
એક કરમાય ના સૂર્ય રવિ ભાણ જો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
છંદ: મુતદારિક