'વિદ્રોહ'
(અનુષ્ટુપ)
ગયો વનમાં કાપવા કાષ્ટ કાઠિયારો એક
કરશે વન વેરાન ઘટશે વૃક્ષ અનેક
હતી એક પાસે એની કુહાડી જ વીણ હાથ
ન હતો કોઈ હાથો ને ઘુમતો એ વા' સંગાથ
હાથા વિહીન કુહાડી નીરખી ડર્યા સૌ જાડ
તરુ શહાણું બોલ્યું દેખી હાથા વીણ કુહાડ
ના ડર ના ડર એની સંગે થયું નથી હજી
વૃક્ષ નિજ જાતી તણું સંગાથી કોઈને ત્યજી
કરશે ત્યાં વિદ્રોહ જો તરુ સાથે જ તરુ ની
મારશે બંધુ એના જ સંખ્યા ઘટશે નરું ની
દેશે તુજને એ શ્રાપ વૃક્ષો કેરી હારમાળ
મરશે તુ પણ સંગે સૌ વૃક્ષોની તૂટે જાળ